Saturday, December 31, 2016

अकेली चल रही हूँ जल रही हूँ तुम नहीं आना - Megi Asnani

अकेली चल रही हूँ जल रही हूँ तुम नहीं आना
मैं ग़म की परवरिश में पल रही हूँ तुम नहीं आना

तुम्हारे नाम की मेंहदी लगाकर खूब महके थे
'मैं उन हाथो को बैठी मल रही हूँ 'तुम नहीं आना

मुझे ही शौक़ था तुमकोे मेरी आँखों में रखने का
सो अब मैं आईनों से टल रही हूँ तुम नहीं आना

मसीहा कुछ दिनों का और है ये खाकस्तर भी
मैं अपने आप को ही खल रही हूँ तुम नहीं आना

जहाँ जिसके किनारे हम कभी इक साथ बैठे थे
उसी नदिया के जल में रल रही हूँ तुम नहीं आना
- Megi Asnani

Wednesday, December 28, 2016

અલગોતર રતન "નિરાશ"

ચાલી જતી મારી સંસાર ગાડીને કોઈ ના રોકો;
આમ અધવચ્ચે ઊભો રાખી મને કોઈ ના ટોકો.

સપનાંનાં તણખલાં વીણી વીણી
જીવન ડાળે બાંધ્યો છે મે માળો;
રસ્તે આવ્યા દુઃખનાં ડુંગર કાંટા વાગ્યા ઘણાં
શું શું ગુમાવ્યું એનો મારે મળ઼્યો ના કદી તાળો,

આભે ઉડવાં પાંખ મળી છે
ગગન માપવાં મળ્યો છે આજ મોકો.
          મને કોઈ નાં ટોકો.......

નીતિ- ન્યાયનાં મારગે ચાલી
ખુદનાં બળે આગળ મારે વધવું ;
ખોટું કરતાં ડર લાગે છે
આવી રીતે ઘર નથી મારે ભરવું ,

સફળતાની સીડી ચડવાં
રાત દિવસ ખાધો નથી મે ઝોકો.
         મને કોઈ ના ટોકો.....

નાના મોટા સૌ ને હું
હસતાં મુખે બોલાવું;
સેવા માટે હંમેશ તૈયાર
ગમે ત્યાં દોડી જાવું ,

રંગ ચડ્યો નથી મને શહેરનો
વાતો કરે આવી મારા ગામનાં લોકો.

મને કોઈ ના ટોકો....

      અલગોતર રતન "નિરાશ"

મનો વ્યથા


વાત ક્યાં પુરી હતી,
બન્ને ની મજબુરી હતી,

એના દિલમા તસ્વીર હતી,
મારા દિલ મા ઝાંખી હતી,

યાદ છે મને હર મુલાકાત"
હવે દિલ થી પણ દુરી હતી,

એક બીજાને જોઇ ખુશ થયાં,
પ્રેમ ની દિલે તાજગી હતી

ના ભૂલું હું એને ક્યારેય'
પ્રેમ પર મારા શ્રદ્ધા હતી,

- હર્ષ . " સાથી "

જીવવું એટલું પણ અઘરું નથી... મહાશ્વેતા દેવી અનુવાદ-અર્ચના

આવી ગયો તું?
દરવાજો ખુલ્લો જ છે,
અંદર આવ....

પણ જરા થોભી જા,
બારસાખ નજીક રાખેલા
પગલુછણીયે તારો
અહમ ખંખેરતો આવજે..

મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે,
ત્યાં નારાજગી વીંટાળી આવજે...

તુલસીના ક્યારે
મનની અતૃપ્તિ ચઢાવી
આવજે...

પોતાની વ્યસ્તતા ને બહાર ખીંટીએ ટાંગી આવજે..
પગરખાં સંગ નકારાત્મકતા ઉતારી આવજે...

ને

બહાર રમતા બાળકો
પાસેથી થોડુ નટખટપણું
માંગી લાવજે...

પેલા ગુલાબના છોડ પર હાસ્ય ખીલ્યું છે,
એ તોડીને પહેરી આવજે...

લાવ,પોતાની મૂંઝવણો મને પકડાવી દે,
તારા થાક ઉપર મનામણાનો વિંઝણે ઝુલાવી દઉં

જો ને તારા માટે
સાંજ બિછાવી દીધી છે અને
સૂરજને ક્ષિતિજે બાંધ્યો છે
આકાશે લાલીમા છાંટી છે

પ્રેમ ને વિશ્વાસનાં ધીમાં તાપે ચા ચઢાવી છે,
ઘુંટડે ઘુંટડે માણજે..

સાંભળ ને....

જીવવું એટલું પણ અઘરું નથી...

મહાશ્વેતા દેવી
અનુવાદ-અર્ચના

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

અશ્રુનો દરિયો તરી શકતો નથી,
સ્વપ્નને હું આંતરી શકતો નથી

ભાગ્યરેખા હોય ના તકદીરમાં,
હળ નવાં લઇ જોતરી શકતો નથી,

આભલે હો તારલાની ઓઢણી,
ચાંદને હું ચિતરી શકતો નથી

મૂર્તિ આરસની ઘડી છે ભીતરે,
શિલ્પ બીજું કોતરી શકતો નથી

મૌન અકળાવી રહ્યું છે આપનું
શબ્દને પણ ખોતરી શકતો નથી

લાગણીનું હિમ સમ ઝરણું ઠરે,
શિખરેથી નોતરી શકતો નથી

પાન પીળું ડાળને વળગી રહ્યું,
પાનખરને છેતરી શકતો નથી

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

हुं दरियो नथी के लहर हुं नथी- भरत भट्ट

हुं दरियो नथी के लहर हुं नथी
खलासीनी कोई खबर हुं नथी

लहेराउं छुं  कोई  खेतर  समु
आ कोलाहलोनुं नगर हुं नथी

न मारी भीतर कोई झालर बजी
तलेटी नथी  के  शिखर  हुं  नथी

फरिश्तानुं पगलुं  न  शोधी शक्यो
के माणस छुं अफवा वगर हुं नथी

हुं अस्तित्वनी ऐक ऐवी खबर
खबर छे अने बेखबर हुं नथी

जरा ऐक-बे शेर जेवुं जीवन
गझलकार आठे प्रहर हुं नथी

असरदार छे होउं  ना होउं हुं
ऐ वातावरणनी असर हुं नथी

- भरत भट्ट

तरही गजल

तरही गजल

आंसुथी दर्दो हरी शकतो नथी
एटले आंखो भरी शकतो नथी.

आंबवुं छे मारे पण आ आभने
झाड माफक विस्तरी शकतो नथी

जिंदगीथी मोत छे आसान आ
ते छता शाने मरी शकतो नथी

कर्म मारा छे विधाता एटले
हाथ किस्मतने धरी शकतो नथी

फूल छुं हुं एक कागळना रुपे
पानखर सामे खरी शकतो नथी

छुं किनारे प्रेम सागरमां हजी
लाश माफक ज्यां तरी शकतो नथी

-गौतम परमार"सर्जक"

-(मोरबी जिल्ला साहित्य वर्तुळ)

ધબકારા છે ઉપ્પર - ઉપ્પર,

ધબકારા છે ઉપ્પર - ઉપ્પર,
ભીતર ભીતર પથ્થર- પથ્થર !

ઉજળાં તન ને ઉજળાં વસ્તર,
મન તો કાળું ભમ્મર - ભમ્મર !

- Unknow

ડૉ. મુકેશ જોષી

શોધવાથી ના મળે એ સૂર્ય શોધુ છું હવે,
જે બધું જાતે લખે એ પૃષ્ઠ શોધુ છું હવે.
રોજ ગીતા વાંચવાથી એમ અર્જુન ક્યાં થયો?
સારથી થઇને લડે એ કૃષ્ણ શોધુ છું હવે.
- ડૉ. મુકેશ જોષી

Tuesday, December 27, 2016

કરે કોઈ જીતની ચર્ચા , કરે કોઈ હારની ચર્ચા ; રમત તો થઇ પૂરી બાકી રહી બેકારની ચર્ચા.

કરે કોઈ જીતની ચર્ચા , કરે કોઈ હારની ચર્ચા ;
રમત તો થઇ પૂરી બાકી રહી બેકારની ચર્ચા.

ભૂખે મરતાઓને કહી દો , જરા થોભે ને રાહ જોવે -
હજુ ચાલે છે એ પ્રશ્નો ઉપર સરકારની ચર્ચા !

હતો, જે ભાર માથા પર એ નો'તું થાકનું
કારણ -
ગયા થાકી હકીકત માં કરી એ ભારની ચર્ચા.

જીવનભરની કમાણીને ગુમાવીને હું બેઠો' તો -
તમે આવીને છેડી ત્યાં જીવનના સારની ચર્ચા.

ગરીબી જો હટી જાશે , તો નેતાઓનું શું
થાશે ?
પછી કરશે અહીં કોના ભલા - ઉદ્ધાર ની ચર્ચા.

વહે છે ખૂન જ્ખ્મોથી  અને એ જખ્મીઓ સામે,
અમે કરતા રહ્યા 'કાયમ' ફક્ત ઉપચારની ચર્ચા.

કાયમ હઝારી

મુકુલ ચોકસી

નવી દ્રષ્ટિથી કોઈ કશું જોતું નથી
નવી રીતથી કોઈ હસતું - રોતું જ નથી
ખબર નહી એ નવું વરસ કહેવાય છે કેમ !
નવા વરસમાં નવું તો કંઈજ હોતું નથી
  -  મુકુલ ચોકસી

मिर्ज़ा ग़ालिब

इब्न-ए-मरयम हुआ करे कोई
मेरे दुख की दवा करे कोई

शरअ' ओ आईन पर मदार सही
ऐसे क़ातिल का क्या करे कोई

चाल जैसे कड़ी कमान का तीर
दिल में ऐसे के जा करे कोई

बात पर वाँ ज़बान कटती है
वो कहें और सुना करे कोई

बक रहा हूँ जुनूँ में क्या क्या कुछ
कुछ न समझे ख़ुदा करे कोई

न सुनो गर बुरा कहे कोई
न कहो गर बुरा करे कोई

रोक लो गर ग़लत चले कोई
बख़्श दो गर ख़ता करे कोई

कौन है जो नहीं है हाजत-मंद
किस की हाजत रवा करे कोई

क्या किया ख़िज़्र ने सिकंदर से
अब किसे रहनुमा करे कोई

जब तवक़्क़ो ही उठ गई 'ग़ालिब'
क्यूँ किसी का गिला करे कोई

- मिर्ज़ा ग़ालिब

કશ્યપ લંગાળિયા "કજલ"

પ્રણયને હટાવી વમળ થૈ જવાના,
નયન તો સદાયે સજળ થૈ જવાના.

તુટી ડાળ આજે ભરેલા વસંતે,
અબોલા હવે'તો સરળ થૈ જવાના.

ભરી ભાત કેવી અનોખી કફનમાં,
સુકા અશ્રુ પાછા તરળ થૈ જવાના.

બતાવે નરકની મને બીક શાને ?
નિરાંતે કબરમાં અચળ થૈ જવાના.

ભલે મૃત્યુ બોલે 'કજલ' કાન કેરું,
જપી રામ નામે સફળ થૈ જવાના.

- કશ્યપ લંગાળિયા "કજલ"

छुं मारी आसपास ,ऐनी आसपास हुं.... भरत भट्ट

छुं मारी आसपास ,ऐनी आसपास हुं
आकाश, सांज, सूर्य, नदी ने उदास हुं

तुं कोईपण प्रयत्नथी पकडी नहीं शके
घूमी  रह्यो छुं प्हेरी  हवानो  लिबास हुं

तूटी जईश तो हुं विखेराई पण जईश
तस्बी  लईने ऐमां  परोवु  छुं  श्वास हुं

तें  चीतरेल  नाम  धुमाडो बनी  जशे
तो आगनुं स्वरुप रही जईश खास हुं

हमणां कदाच तेज लिसोटो बनी जईश
मारी भीतरमां आम प्रगटतो उजास हुं

- भरत भट्ट

નીરક્ષીરમાં પ્રકાશિત થયેલ ગઝલ

ફૂલનો  સંગાથ  છોડી એકલા
કંટકોને  પામવાથી  શું મળે ?

આંખમાં ખટકે અજંપો સૂળ થૈ !
લાગણીઓ ડામવાથી શું મળે ?

બંધ ધ્વારો જિંદગીના હોય ત્યાં-
મોરલા  ટંકાવવાથી શું  મળે ?

હોય મીઠ્ઠી વીરડી  તો તાગવી ;
સાત સાગર તાગવાથી શું મળે ?

સાચવી લે સગપણો જગના ભલા-
આમ શરણું  શોધવાથી શું મળે ?

- રમણ પરમાર

Monday, December 26, 2016

ક્યાં કોતરાયું હશે તુજ નામ શોધું છું,

ક્યાં કોતરાયું હશે તુજ નામ શોધું છું,
કાયમી મળે મુકામ એવું ઠામ શોધું છું.

પીધા પછી ક્યારેય ના લાગે તલબ,
મયખાના,સાકી સાથે એવું જામ શોધું છું.

ગુનાઓ કરી લીધા કબુલ તારાને મારા,
હવે હું જ સામેથી મારો અંજામ શોધું છું.

બાળપણમાં થપ્પો કરીને જતાં રહ્યા,
હજી પાછા નથી આવ્યા,એ મિત્રો તમામ શોધું છું.
-અજ્ઞાત

Saturday, December 24, 2016

मेरी आंखोमे तुं क्या ढुंढता है? -आभास

मेरी आंखोमे तुं क्या ढुंढता है?
तेरे दिल में भी खुदा रहता है।

अभी तक खुदा को नही देखा,
तुझे देखते ही सर झुकता है।

ठुकराया था खुदाने मुझे भी,
दिल आखिर क्यो वहां लोंटता है?

अकेले मे खुदा कुछ नही करता,
बस दिलो के संबंध तोडता है।

खुदा भी खौफ खा गया देखो,
जब दिल तुझसे नाता जोडता है।

-आभास

સરખે સરખી સૈયર આજે .....

સરખે સરખી સૈયર આજે ચાલી પાણી ભરવા
સામે    ઊભો  સાંવરિયો   ને  વાતો  માંડી  તરવા

     નજરું  નીચી  ઢાળી  દીધી
     બેડલીયાની   ધાર  ન  દીઠી
મનમાં   મીઠી  અવઢવ  ચાલે  ઝાંઝર
સરખા કરવા
        સરખે સરખી સૈયર આજે .....

     હૈયામાં     આનંદ    ઉછળતો
     જાણે   આખો બાગ ઊઘળતો
પગલું પગલું   મઘમઘ   થાતું માંડ્યુ
છે પાંગરવા
        સરખે સરખી સૈયર આજે .....

       ધુમ્મસ  જેવો  મોર  ટહુકે
       ધબકારો   એકે   ન    ચુકે
મન  પણ    બન્યું    કેવું  ઘેલું  પોતાને
પાથરવા
       સરખે સરખી સૈયર આજે .....

-  હર્ષિદા  દીપક

ખલીલ ધનતેજવી

ત્યાગમાં ક્યાં કંઇ મહિમા જેવું લાગે છે,
ભઇ આમાં તો હસવા જેવું લાગે છે…
આજે કોઇ જોઇ રહ્યું છે મારા તરફ,
આજે કંઇ ઝળહળવા જેવું લાગે છે…
એક દિવસ તો ખાબોચિયાએ પૂછ્યું મને,
મારામાં કંઇ દરિયા જેવું લાગે છે…
ભઇ આ તો છે મંદિર મસ્જિદ જેવું કશું,
પાછો વળ, અહિં ખતરા જેવું લાગે છે…
આપણો દેશ ‘ને રાજ પણ આપણું પોતાનું,
એ સાચું છે પણ અફવા જેવું લાગે છે…
ચાલ ખલિલ, આ અંધારાને ખોતરીએ,
આમાં કંઇ અજવાળા જેવું લાગે છે…
- ખલીલ ધનતેજવી

રાતનાં ચાંદા સમું ગળતું હશે કોઈ.....

રાતનાં ચાંદા સમું ગળતું હશે કોઈ.
પ્રેમમાં પાગલ થઈ ફરતું હશે કોઈ.

આસમાને અનુભવો પીધાં હશે કડવાં,
પ્રકૃતી થઇ એમ બસ રડતું હશે કોઈ?

દોસ્તોનો શોખ જુદાઈ થઇ આવ્યો,
એ ક્ષણોની સાથ હિઝરાતું હશે કોઈ.

છું હું અલગારી લગાવી ઠેસ જન્નતને,
ધૂપદાની જોઈને બળતું હશે કોઈ.

નામ લઇ જેનું મળી છે ખ્યાતિ ખુબ "શગ" ને
કેટલા આરોપથી મરતું હશે કોઈ.

-શીતલ ગઢવી"શગ"

આંસુઓને નયન મળે ના મળે ફેર શું પડે!

આંસુઓને નયન મળે ના મળે ફેર શું પડે!
લાગણીને સ્વજન મળે ના મળે ફેર શું પડે!

શ્વાસને કારણે ફકત લાગુ જીવિત હું પણ અહીં,
જિંદગીને જીવન મળે ના મળે ફેર શું પડે!

બાળતો મનને હું રહ્યો જિંદગી આખી તો પછી,
એક તનને દહન મળે ના મળે ફેર શું પડે!

ઝંખના તૃપ્ત ક્યાંય આ જિંદગીની તો થઇ નથી,
લાશને પણ કફન મળે ના મળે ફેર શું પડે!

ચાલ સર્જક હું ઊંચકી જાઉં સમશાનમાં હવે,
અર્થીને કોઈ જન મળે ના મળે ફેર શું પડે!

-ગૌતમ પરમાર "સર્જક",વડોદરા.
-(મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ)-

Friday, December 23, 2016

ભલાઈ નો બદલો જરૂર મળે છે .


ભાઇ…કન્ડકટર ભાઇ સાબ,આ મારી દીકરી બસમાં એકલી જ છે. એનાં મામાને ઘરે જઇ રહી છે. તમે જરા એનું ઘ્યાન રાખજો…ને… વાસણા આવે એટલે ઉતારી દેજો! જો ઊંઘી ગઇ હોય તો જગાડજો!’

પંદર વર્ષ પહેલાંની ઘટના. ઓગસ્ટનો મહિનો હતો. વરસાદના દિવસો હતા. ચરોતરના એક જાણીતા ગામનો સુખી અને સમૃદ્ધ પટેલ પિતા એની તેર-ચૌદ વર્ષની દીકરી જયશ્રીને અમદાવાદ આવતી એસ.ટી.ની બસમાં બેસાડતી વખતે કન્ડકટરને ભલામણ કરી રહ્યો હતો. છોકરીને જે સીટ ઉપર જગ્યા મળી, એ જ બેઠક ઉપરઅમદાવાદના મુકેશભાઇ પણ બેઠા હતા અને ચુપચાપ આ દૃશ્ય જોઇ-સાંભળી રહ્યા હતા.

જયશ્રીના પિતા રમણ પટેલ બસ ઉપડવાની થઇ ત્યાં સુધી ઊભા રહ્યા. બારીમાંથી શિખામણ પીરસતાં રહ્યા, ‘બેટા, ખેતરનું કામ નહોત, તો હું તારી સાથેજ આવ્યો હોત. આમ તને સાવ એકલી તો મોકલું જ નહીં ને! તું પણ ભારે જિદ્દી નીકળી. ‘મામાના ઘરે જવું છે… ભાઇને રાખડી બાંધવી જ છે! એક મહિનાથી આબેજ વાકયો સાંભળીને આખા ઘરનાં કાન પાકી ગયા. નહીંતર આજ દિન સુધી તને કયાંય એકલી જવા દીધી નથી.’

બાપની ચિંતા તો હજુયે ચાલુ જ હતી, ‘જયશ્રી! બેટા, જાતનું ઘ્યાન રાખજે. બારીમાંથી હાથ બહાર કાઢીશ નહીં. અને આ કળિયુગ છે. કોઇનોય વિશ્વાસ કરતી નહીં. પુરુષથી તો ખાસ ચેતતી રેજે. ચાલુ બસમાં કોઇ કંઇ ખાવા-પીવાનું આપે, તો ના પાડી દેજે. વાસણા આવે એટલે કન્ડકટરને પૂછીને ખાતરી કરીને ઉતરી જજે.

ત્યાં તો તારા મામા તને લેવા માટે આવીજ ગયેલા હશે. ઘરે પહોંરયા પછી મને ફોન કરી દેજે કે તું સહીસલામત પહોંચી ગઇ છે.’

બસ ચાલુ થઇ. એના એન્જિનની ઘરઘરાટીમાં બાપના શબ્દો ડૂબી ગયા. જયશ્રીની બાજુમાં બેઠેલા ચાલીસ વર્ષના મુકેશભાઇ મનોમન વિચારી રહ્યા, ‘બિચારો બાપ! શો જમાનો આવ્યો છે! દીકરી ભલે નાની હોય, તોયે એનાં બાપને એની કેટલી બધી ફિકર હોય છે!

આ બાપડી માંડ તેર-ચૌદ વર્ષની હશે, અંગ ઉપર હજુતો જુવાની બેસવાને ચાર-પાંચ વર્ષની વાર લાગે છે. તોયે એનાં બાપને દીકરી કયાંક ચૂંથાઇ ન જાય એની ચિંતા સતાવે છે. બાપની ફિકર વાજબી પણ છે. શિકારીઓને તો શિકાર સાથે નિસબત છે, શિકારની ઉંમર સાથે એમને શી લેવા-દેવા?’

ટિકિટ..! ટિકિટ..!’ કરતો કન્ડકટર આખી બસમાં ફરી વળ્યો. જયશ્રીએ વાસણાની ટિકિટ માગી. કન્ડકટરે પૈસા લીધા. ટિકિટ ફાડી આપી. સાથે હૈયાધારણ પણ આપી,‘ગભરાતી નહીં, હોં બેટા! વાસણા આવે એટલે હું તને…’અને તેમ છતાં જયશ્રી ગભરાતી રહી. બાજુમાં બેઠેલા મુકેશભાઇને યાદ કરાવતી રહી. દર અડધા કલાકે પૂછતી રહી, ‘વાસણા જતું તો નથી રહ્યું ને, કાકા? મનેતો ઊંઘ આવે છે, પણ તમે ઘ્યાન રાખજો, હોં ને! મને જગાડવાનું ભૂલી ન જતા.’

આમ જુઓ તો આખીય ઘટના સુખાંત સાથે પૂરી થઇ ગઇ હોત. પણ જીવનની સફર એટલી સરળ નથી હોતી. પાયામાં ધરબાયેલી સૌથી મોટી ગરબડ ‘વાસણા’ નામના કારણે સર્જાઇ ગઇ. ચરોતરમાં વાસણા નામનું એક સાવ નાનું ગામ છે એ વાતની ખબર કન્ડકટરને તો હતીજ, પણ અમદાવાદમાં રહેતા મુકેશભાઇને ન હતી. કન્ડકટર છેક છેવાડાના ભાગે બારણાની બાજુમાં આવેલી એની બેઠકમાં બેઠો-બેઠો ટિકિટનો વકરો ગણી રહ્યો હતો, ત્યાં વાસણા લખેલું પાટિયું કયારે પાછળ છૂટી ગયું એ વાતની કોઇને ખબર ન રહી. મુકેશભાઇનું પોતાનું રહેવાનું અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં. એટલે એ તો એક જ વાસણાને ઓળખે. અને જયારે બસ અમદાવાદના વાસણા આગળ આવી પહોંચી, ત્યારે મુકેશભાઇએ જયશ્રીને જગાડી, ‘બેટા, વાસણા આવી ગયું.’

જયશ્રી તો ડઘાઇ જ ગઇ. આવડું મોટું શહેર, આટલી બધી ઝાકમઝોળ, આટલાં બધાં વાહનો અને માણસોની ભીડ!! બાપડી રડવા માંડી, ‘મારે અહીં નથી ઉંતરવું. મામાનું વાસણા તો સાવ નાનકડું છે.’ બસના મુસાફરો ભેગા થઇને એને છાની રાખવા માંડયા. કન્ડકટરે રસ્તો ચીંધાડયો, ‘બસ પોલીસ સ્ટેશને લઇ લઉં?

છોકરીને પોલીસના હાથમાં સોંપી દઇએ. એ લોકો એને સહીસલામત રીતે એનાં મામાના ઘરે પહોંચાડી દેશે.’ પેસેન્જરોમાંથી એક પણને આ ‘સહીસલામત વાળી વાતમાં ભરોસો ન પડયો. જયશ્રીએ પણ છાપામાં પોલીસ સ્ટેશનમાં બનતી દુઘટર્નાઓ વિશે વાંચેલું હતું. એટલે એનો ભેંકડો વધારે મોટો થઇ ગયો. છેવટે મુકેશભાઇએ પૂછ્યું, ‘બેટા, મારામાં વિશ્વાસ પડે છે? તો મારી સાથે ચાલ.’

જયશ્રીને મુકેશભાઇની આંખોમાં સજજનતા દેખાણી. એણે રડતાં-રડતાં હા પાડી દીધી. રિક્ષામાં મહેમાનએ લઇને મુકેશભાઇ ઘરે આવ્યા, ત્યારે સાંજનો સૂરજ એના આખરી કિરણો ફેંકીને અમદાવાદને ‘આવજો!’ કરી રહ્યો હતો. ફલેટમાં પહોંચીને મુકેશભાઇએ પત્નીનાં હાથમાં જયશ્રી સોંપી, ‘પારકી થાપણ છે. આજની રાત આપણે સાચવવાની છે. ’

પત્નીએ જયશ્રીને સોડમાં લીધી. બે નાના દીકરાઓ જયશ્રીને વીંટળાઇ વળ્યા.
જયશ્રી માટે ગરમ-ગરમ ભોજન પીરસાઇ ગયું. પણ જયશ્રીની હાલત કફોડી હતી. એક તરફ એનાં કાનમાં પિતાની શિખામણ ગુંજતી હતી, ‘પારકા માણસોનો ભરોસો કરવો નહીં. કોઇ કશું ખાવા-પીવાનું આપે તો લેવું નહીં.’ એણે ભોજન કરવાની ના પાડી દીધી.

‘બેટા તારી પાસે તારા ઘરનો કે મામાના ઘરનો ફોન નંબર છે? તો હું વાત કરી લઉં.’ મુકેશભાઇએ રસ્તો કાઢયો. પણ જયશ્રી એટલી હદે ગભરાઇ ગઇ હતી કે એને કશું યાદ જ આવતું ન હતું. એણે તો એક જ વાતની રટ લીધી, ‘મને ગમે તેમ કરીને મારા મામાને ઘરે લઇ જાવ. અત્યારેને અત્યારે જ.’
ખૂબ સમજાવી ત્યારે જયશ્રીએ બે કોળિયા ખાધાં. રાત્રે સાડા નવ વાગ્યે મુકેશભાઇ એને લઇને પાછા એસ.ટી. સ્ટેશને પહોંરયા. વાસણા જવા માટે બસ ઉપડી.

રાત્રે અગિયાર વાગે જયશ્રીનાં મામાના ઘરે પહોંરયા. મામાના હાથમાં ભાણી સોંપી. બધી વાત કરી. ત્યાં સુધીમાં જયશ્રીનાં પિતાના ઘરે અને મામાના ઘરે રડારોળ જામી ચૂકેલી હતી. જયશ્રી ગુમ થવાની વાતથી ધરતીકંપ મચી ગયો હતો.

જયશ્રીને જીવતી-જાગતી અને અખંડ હાલતમાં જોઇને બંને પરિવારોમાં હાશ વળી.
રાત્રે વાસણાથી મુકેશભાઇ જયારે પોતાના ઘરે પાછા ફર્યા, ત્યારે ઘડિયાળમાં સાડા ત્રણ વાગ્યા હતા. પત્ની જાગતી સૂતી હતી, ‘એ લોકોને શાંતિ થઇ હશે નહીં? તમારો આભાર માન્યો કે નહીં?’

‘આપણે જે કર્યું એ માનવતા ખાતર કર્યું ને? કોઇ આભાર માને કે ન માને એનાથી આપણને શો ફરક પડવાનો?’ મુકેશભાઇના વાકયોમાં રહેલી હતાશા સૂચક હતી. પણ એમને ખબર નહોતી કે એમણે જે દીકરી માટે સદ્કાર્ય કર્યું એ એક પટેલની દીકરી હતી અને ચરોતરના પટેલો આભાર વ્યકત કરવાની વાતે ભલે ‘જાડા’ હોય છે, પણ હોય છે જબરા.

આ વાતની સાબિતી બીજા દિવસે મળી ગઇ. ગાડીઓમાં ભરાઇને જયશ્રીનાં મા-બાપ અને મામા-મામી સપરિવાર આવી ચડયાં. ભેટ-સોગાદો મુકેશભાઇના દીકરાઓ માટે હતી અને આભાર મુકેશભાઇ માટે હતો.

જયશ્રીના પિતા રમણભાઇની આંખો ભીની હતી, ‘જો તમે ન હોત તો મારા દીકરીનું શું થાત?’ પછી એમણે દીકરીની દિશામાં ફરીને આદેશ આપ્યો, ‘બેટા, તારા આ બે ભાઇઓના હાથ પર રાખડી બાંધ! આજથી આપણો નવો સંબંધ શરૂ થાય છે.’

રાખડી, રૂપિયાની આપ-લે, ભોજન અને પછી ભાવભીની વિદાય. સંબંધના દાણાં આયખાના ખેતરમાં વવાઇ ચૂકયા હતા, હવે પ્રતીક્ષા હતી ફસલ ઊગવાની. ફસલ ઊગી અને મબલખ ઊગી. વર્ષમાં બે વાર જયારે વેકેશન પડે ત્યારે રમણ પટેલ મુકેશભાઇને સહકુટુંબ એમના ઘરે રજાઓ ગાળવા તેડાવે. બદલામાં રમણભાઇને તો વર્ષ દરમિયાન સોવાર અમદાવાદનો ફેરો ખાવાનો થાય. દર વખતે તરવાનું તો મુકેશભાઇના ઘરે જ હોય. અને દર રક્ષાબંધનના દિવસે જયશ્રી એકને બદલે બે ‘વાસણા’ની મુલાકાત લેવાનું ચૂકે નહીં.

વર્ષોવિતતાં ગયાં. જયશ્રીએ કિશોરાવસ્થાની વાડ કૂદીને યૌવનના બગીચામાં પગ મૂકયો. સારી તો હતી જ, હવે સુંદર પણ દેખાવા માંડી. એનાં માટે મુરતિયાની શોધ ચાલી. આખરે અમેરિકામાં વસતો સુખી ઘરનો ગ્રીનકાર્ડ હોલ્ડર જુવાન મળી ગયો. લગ્ન લેવાયાં.

‘આપણી જયશ્રી દીકરીનાં લગ્ન છે. કંઇ સૂઝે છે?’ મુકેશભાઇના પત્નીએ પૂછ્યું.‘એમાં વિચારવાનું શું? જયશ્રી મને મામા કહે છે, મારે મામેરું કરવું જ પડે ને?’ મુકેશભાઇ સાવ સાધારણ સ્થિતિના માણસ હતા, તો પણ ગજા ઉપરવટનું મોસાળુ કરવા માટે જયશ્રીનાં માંડવે પહોંચી ગયા.

લગ્ન પતી ગયા, હનિમૂન પણ પતી ગયું. મુરતિયાનું પાછા અમેરિકા જવાનું ટાણું નજીક આવી ગયું. જયશ્રીની પણ ત્યાં જવાની વિધિ કરવાની જ હતી. એ માટે તો અમદાવાદ આવવું જ પડે. જયશ્રી એનાં વરને લઇને ‘મામા’ના ઘરે આવી. અમેરિકન મુરતિયાની નવાઇનો પાર ન હતો, ‘આપણે પટેલ… અને… મામા જૈન..? ’

જવાબમાં નવી-નવેલી દુલ્હને અતીતમાં બની ગયેલી વાસણા નામની શરતચૂક વિશે માંડીને વાત કરી. પતિ બોલ્યો, ‘વાઉ! જો આવી વાત હોય તો મામાનો સૌથી મોટો ઉપકાર તો મારા માથે કહેવાય! પૂછ, કેવી રીતે?’

‘કેવી રીતે?’ ‘એ રાતે જો મુકેશમામાએ તને બચાવી ન હોત, તો તું અત્યારે કયાં હોત? મને પત્નીરૂપે તો ન જ મળી હોત ને! મારે પણ આ સંબંધને યાદ રાખવો પડશે.’ કહીને એણે રૂપાળી પત્નીને આલિંગનમાં લીધી. પતિપત્ની અમેરિકા પહોંચી ગયા.

એ પછી એક દિવસ જયશ્રીનાં વરનો મુકેશભાઇ ઉપર ફોન આવ્યો, ‘મામા, બે દિવસ હું તમારા ઘરે રહ્યો. એમાં હું તમારી આર્થિક તકલીફો અને ચિંતા વિશે ઘણું બધું જાણી ચૂકયો છું. પણ હવે તમે મુઝાશો નહીં. તમારા બંને દીકરાઓને કમ્પ્યૂટરનું કે એમ.બી.એ.નું ભણાવો. હજુ તો બંને નાનાં છે. પણ જેવા એ બંને જુવાન થાય, એવા જ હું એમને અમેરિકા બોલાવી લઉં છું. ના, ઉપકાર કરતો હોઉં એ રીતે નહીં, પણ બા-કાયદા એકની સાથે મારી સગી બહેન પરણાવીને અને બીજા માટે પણ મારા પરિચિતોમાંથી કોઇ યોગ્ય કન્યા શોધીને.’

સામો છેડો ચૂપ હતો. માત્ર મુકેશભાઇનો ડૂમો ‘સંભળાઇ’ રહ્યો હતો. જમાઇ બોલતો રહ્યો, ‘મામા, તમે રડો છો શા માટે? આમાં મેં કયાં મોટો મીર માર્યો છે? અરે, આ તો તમે વાવેલો સંબંધ છે, જે હવે સોળ આની ફસલ સાથે ઊગી નીકળ્યો છે.’

એ રાત્રે મુકેશભાઇ એમની પત્નીને કહી રહ્યા હતા, ‘મને એ સમજાતું નથી કે બ્રહ્માંડનું સંચાલન કરતી જે અદૃષ્ટ શકિત છે એના મનમાં શું રહેલું હોય છે! જયશ્રી ભૂલી પડી, એ દુઘટર્ના હતી? કે સુ-ઘટના? કે પછી
મેં ખરે સમયે નિસ્વાર્થ બુદ્ધિથી મારી ફરજ સમજીને કરેલું કૃત્ય આપણને આ ચમત્કાર બતાવી રહ્યું છે? કે પછી લોકો કહે છે એ સાચું હશે કે ઈશ્વર સારા માણસોનું ઘ્યાન હંમેશાં રાખતો જ હોય છે! બાકી આપણે કયાં આવી કોઇ અપેક્ષા રાખી હતી?’