ચાલી જતી મારી સંસાર ગાડીને કોઈ ના રોકો;
આમ અધવચ્ચે ઊભો રાખી મને કોઈ ના ટોકો.
સપનાંનાં તણખલાં વીણી વીણી
જીવન ડાળે બાંધ્યો છે મે માળો;
રસ્તે આવ્યા દુઃખનાં ડુંગર કાંટા વાગ્યા ઘણાં
શું શું ગુમાવ્યું એનો મારે મળ઼્યો ના કદી તાળો,
આભે ઉડવાં પાંખ મળી છે
ગગન માપવાં મળ્યો છે આજ મોકો.
મને કોઈ નાં ટોકો.......
નીતિ- ન્યાયનાં મારગે ચાલી
ખુદનાં બળે આગળ મારે વધવું ;
ખોટું કરતાં ડર લાગે છે
આવી રીતે ઘર નથી મારે ભરવું ,
સફળતાની સીડી ચડવાં
રાત દિવસ ખાધો નથી મે ઝોકો.
મને કોઈ ના ટોકો.....
નાના મોટા સૌ ને હું
હસતાં મુખે બોલાવું;
સેવા માટે હંમેશ તૈયાર
ગમે ત્યાં દોડી જાવું ,
રંગ ચડ્યો નથી મને શહેરનો
વાતો કરે આવી મારા ગામનાં લોકો.
મને કોઈ ના ટોકો....
અલગોતર રતન "નિરાશ"
No comments:
Post a Comment