રાતનાં ચાંદા સમું ગળતું હશે કોઈ.
પ્રેમમાં પાગલ થઈ ફરતું હશે કોઈ.
આસમાને અનુભવો પીધાં હશે કડવાં,
પ્રકૃતી થઇ એમ બસ રડતું હશે કોઈ?
દોસ્તોનો શોખ જુદાઈ થઇ આવ્યો,
એ ક્ષણોની સાથ હિઝરાતું હશે કોઈ.
છું હું અલગારી લગાવી ઠેસ જન્નતને,
ધૂપદાની જોઈને બળતું હશે કોઈ.
નામ લઇ જેનું મળી છે ખ્યાતિ ખુબ "શગ" ને
કેટલા આરોપથી મરતું હશે કોઈ.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment