Tuesday, December 27, 2016

નીરક્ષીરમાં પ્રકાશિત થયેલ ગઝલ

ફૂલનો  સંગાથ  છોડી એકલા
કંટકોને  પામવાથી  શું મળે ?

આંખમાં ખટકે અજંપો સૂળ થૈ !
લાગણીઓ ડામવાથી શું મળે ?

બંધ ધ્વારો જિંદગીના હોય ત્યાં-
મોરલા  ટંકાવવાથી શું  મળે ?

હોય મીઠ્ઠી વીરડી  તો તાગવી ;
સાત સાગર તાગવાથી શું મળે ?

સાચવી લે સગપણો જગના ભલા-
આમ શરણું  શોધવાથી શું મળે ?

- રમણ પરમાર

No comments:

Post a Comment