ફૂલોના બગીચા બનાવી શું કરશો?
હૃદયને ગઝલમાં સજાવી શું કરશો?
દઈ ગ્યા ભરી મે'ફિલે રુસવાઈ,
અશ્રુઓ હસીમાં દબાવી શું કરશો?
રહે છે હજી આહમાં યાદ થૈ જે,
હવે નામને કોતરાવી શું કરશો?
કદર સ્હેજ પણ છે તમારાં શબ્દોની!
પથ્થરે તમે શિષ નમાવી શું કરશો?
સમયને વહેતો ઘડીભર થમાવું,
કફન બેવફાનું વધાવી શું કરશો?
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment