Sunday, December 11, 2016

મોત તો 'આભાસ' આવે આવતી,

જાગતી આ રાત લઇ બેઠા છીએ,
ને પુરાણી વાત લઇ બેઠા છીએ.

પ્રેમની આ સાવ ફોગટ ભેટ છે,
એક તાજી ઘાત લઈ બેઠા છીએ,

પરિચિતો લ્યો કોઇ ના મળ્યા અહીં,
આ અજાણી જાત લઇ બેઠા છીએ.

હુંડી નો સ્વિકાર કરશે એક'દી,
એક નોખી નાત લઈ બેઠા છીએ.

મોત તો 'આભાસ' આવે આવતી,
આપણે એકાંત લઇ બેઠા છીએ.

-આભાસ

No comments:

Post a Comment