વાંકા વળીને ચાલતા વયના પડાવમાં,
જીવન સફર ના કામણો રાખે દબાવમાં.
ફરતા સમયની ચાલના તેવર ગતી કરે,
બાગી થવાની પ્રેરણા જાગે તનાવમાં.
ઢળતી ઉંમરમાં ભોગવે મનના વિલાપ ને,
આશા નીરાશા રાખતી કાયમ બચાવમાં.
ભટકે વીચરતી જિંદગી દરની તલાશમાં,
ભ્રામક સહારા સાંપડે ભવના અભાવમાં.
સવળી ઉઠેલી લાગણી ક્ષણને વધાવતી,
મનની તરંગી ભાવના તાણે બહાવમાં.
સજદે નમાવા પ્રેરતી શ્રધ્ધા ધરમતણી,
માનવ દબાણો. ભોગવે ફળના પ્રભાવમાં.
ફળતી સહજ થી જીવવા માસૂમ મથામણો,
બંધન જગતના દાબમાં બાંધે લગાવમાં.
- માસૂમ મોડાસવી
No comments:
Post a Comment