જીવવાનો હેતુ આ કંઇ ખાસ છે,
શ્વાસ સાથે ખાસ તારો વાસ છે.
આજ રીતે જીવ જલસા કર હવે,
જિંદગીને કાલથી સંન્યાસ છે.
સાંભળી લે સાવ નોખી આ કથા,
આ હ્રદય પણ એક ઉપન્યાસ છે.
જિંદગીનાં કર્મને સાચા કરો,
પાપ પુણ્યનો અલગ આ ક્યાસ છે.
આ મરણ પણ આ મરણ ક્યાં છે હવે,
જીવુ છું એવો હવે 'આભાસ' છે.
-આભાસ
No comments:
Post a Comment