Tuesday, December 6, 2016

અછાંદસ - કવિ જલરૂપ (મોરબી)

હું અને દરિયો
મારી ખુલ્લી આંખો,
આકાશે ઉડતા શાંત પક્ષીઓને ,
હાલકડોલક થતી હોડીઓને,
ક્ષિતિજરેખા ને જોતો રહ્યો .
શાંત, સ્થિર, અને નિઃશબ્દ
સાવ ઉદાસ ચેહરો મારો જોઇ .
સાવ નજીક આવે
ભરતી ઓટમાં થોડો સ્નેહ લાવે.
પણ
અચાનક સૂર્યાસ્ત સમયે ,
મારી આંખોમાંથી
દર્દનું,
એક આંસુ દરિયાના પાણી માં પડ્યું .
દરિયો
એકાએક મૌન થઇ ગયો.
બસ
અમે બંને એકબીજાને
ટીકી ટીકીને જોઇ રહ્યા.
થોડા સમય પછી
મને
ઘર તરફ પાછો ફરતો જોઈ જલરૂપ
દરિયો
મને રોકવા માટે
જોર જોરથી રડવા લાગ્યો .

કવિ જલરૂપ  (મોરબી)

No comments:

Post a Comment