રણ વચોવચ ખુદમાં અટવાઈ છું.
ઝાંઝવામાં જોરથી ખેંચાઈ છું.
સાચવી દિશા પહોંચી ભાળમાં,
તે છતાં પણ રાહમાં ભરમાઈ છું.
એટલી ભૂલો કરી સુધારતાં,
ફાટલાં કાગળ મહીં ભૂસાઈ છું.
છે અરીસો નીર જેવો જાત જોવા,
ભીડમાં, એકાંતમાં ભટકાઈ છું.
થઇ પ્રસંશા કે વખોડી, ભેદ શું છે ?
આજ "શગ" ભાળી ઘણી હરખાઈ છું.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment