વાર્તા અમારી આમ તો અધુરી હતી,
શ્રધ્ધા અમારી તે છતાં સબુરી હતી.
આવી ચડે એ તાપણું પેટાવવાં,
મેં લાગણીને એટલે ઢબુરી હતી.
એને અસર વરસાદમાં થાતી નથી,
જેણે ધરેલી હાથમાં છત્રી હતી.
ડર લાગતો આ હાથને લંબાવતા,
તેણ છુપાવી હાથમાં પતરી હતી.
આ જિંદગીનો દાખલો સ્હેલો હતો,
ઊકેલવાની રીત પણ અઘરી હતી.
વંટોળ આવી યાદનો જાતો રહ્યો,
ખાલી હ્રદયની ત્યારથી નગરી હતી.
જ્યાં બે કદમ સાથે અમે ચાલ્યાં અને,
અફવા ઉડેલી પોળમાં જબરી હતી.
અલગોતર રતન "નિરાશ"
No comments:
Post a Comment