જાણો હયાતે કેટલા સાવન થયા હશે,
રંગો ઘસેલા પોતના દામન થયા હશે.
નજરો જમાવી દેખતી ઉષ્મા જગી લગન,
ચાહત જગાવી નાચતા સાજન થયા હશે.
ગંગો જમનની ધારમાં ધોઇ જમીર ને,
કાલખ ઉતારીજાતન પાવન થયા હશે.
ઉંચા મલાજે નામને રાખી મહાનતમ,
પાલક થનારા સ્નેહના પાલન થયા હશે.
સોચે વિચારે લાગતા નૌખા ખમીરના,
બદલી ગયેલા દૌરના કામણ થયા હશે.
ગાંઠો.પડેલી ખોલવા મથતી મહારતે,
અંતર ઘટાડી આપતા વારણ થયા સરશે.
અવસર સજાવી આંગણે ઢોલી નચાવતા,
માસૂમ પ્રસંગો.પોંખવા વાદન થયા હશે.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment