Saturday, December 3, 2016

ગીત - અનિલ વાળા

કારણ એમ નથી જડવાનું!
તારે તારી જાત તણાં કણકણની સાથે છેવટ લગ લડવાનું...

સૂરજ વિનાનો દિવસ ઊગે, અંધારા વિણ રાત,
સમય વિનાનાં યુગો જન્મે દીકરામાંથી  તાત !

એક કુંડાળું રચી જીવનું એની સાથે વાસી થઇ સડવાનું...
કારણ એમ નથી જડવાનું !

બથ ભરી આકાશ પીવાથી એમ ચડે ના કેફ,
ધીમે વાયરે પર્વત ઊડે જાણે ઊડતી રેફ !

રોજ સાંજરે ગાલ ઉપરથી દરિયો થઇને તારે તો દડવાનું ...
કારણ એમ નથી જડવાનું !

             
- અનિલ વાળા

No comments:

Post a Comment