Saturday, December 3, 2016

અંકિતા ગોરસીયા

તારા સ્પર્શનાં ગુણ તને પણ નહીં ખબર હોય
તું અડી લે તો ઉઠી જાઉં,ભલેને એ કબર હોય

તારાં હાથમાં ધરતી,મારાં હાથમાં અંબર હોય
ને પછી તો ફક્ત ક્ષિતિજે પ્રણયની નજર હોય

એ જિંદગી પણ મોતથી ઓછી ન ગણી શકું
જે જિંદગીની કોઈ પણ ક્ષણ તારાં વગર હોય

આંખ ઉઠાવીએ અને અચાનક પાંપણ અથડાય
ચાહું છું કે આપણી વચ્ચે એટલું જ અંતર હોય

જિંદગી પણ મને ત્યજીને જતાં પહેલા વિચારશે
જો મોત સમયે તારો હાથ મારાં હાથ પર હોય

એથી પણ વિશેષ જીવન શું હોય શકે ‘અંકિત’
તું જ હોય મંજિલ ને તારી સાથે જ સફર હોય
-અંકિતા ગોરસીયા

No comments:

Post a Comment