Monday, November 21, 2016

ઇર્શાદ

આ નિસરણીનું નગર છે ને તમારે ક્યાં મરણ ?
છે અનાયાસે હજી ‘ ઇર્શાદ’ ક્ષણનું આક્રમણ.

શ્હેરની સઘળી સડકને આપવાં છે વસ્ત્ર, પણ
એક પરપોટો પહેર્યાનાં સદાનાં સાંભરણ.

એમ પડછાયા ત્યજીને ક્યાં જશો, ઓ રાજવણ ?
ટેરવાં જોઈ તપાસી લ્યો, હશે ત્યાં એક જણ.

સ્વસ્થતાથી જીરવી લીધું સમયનું મેં વલણ
ઓ પવન, તારું ખસેડી લે હવે તું આવરણ.

ઓ પવન, તારું ખસેડી લે હવે તું આવરણ
છે અનાયાસે હજી ‘ઇર્શાદ’ ક્ષણનું આક્રમણ.

- ઇર્શાદ

No comments:

Post a Comment