Friday, January 6, 2017

બરકત વિરાણી ‘બેફામ’

કંઇ ઈંતેઝાર થાય હવે શક્યતા નથી,
એને ફરી મળાય છે શક્યતા નથી.

એના બની જવાની સજા એકલા સહો,
સૌના બની જવાય હવે શક્યતા નથી.

કાંટા સિવાય કાંઇ નથી મારા માર્ગમાં,
તમને ફૂલો ધરાય હવે શક્યતા નથી.

રસ્તો જ એવો છે કે જ્યાં મંઝિલ નથી કોઇ,
ભૂલા પડી જવાય હવે શક્યતા નથી.

બેફામ લ્યો મરણનો હવે ભય જતો રહ્યો,
મરજી મુજબ જીવાય હવે શક્યતા નથી.

-   બરકત વિરાણી ‘બેફામ’

No comments:

Post a Comment