Sunday, January 1, 2017

અલગોતર રતન "નિરાશ"

જે ખભે માથું મૂકી રડતો હતો,
દૂર આજે એ ખભો પડતો હતો.

થાય પસ્તાવો હવે આજે ઘણો,
વાંક ન્હોતો તે છતાં લડતો હતો.

ના અહમ મારો કદી છોડી શક્યો,
એકલો હંમેશ તરફડતો હતો.

એટલું જાણ્યું નથી ધાર્યું થતું,
તોય ખોટાં મનસૂબાં ઘડતો હતો.

હું ખુશીને સાચવી શકતો નથી,
સંઘરીને દર્દ હું સડતો હતો.

      અલગોતર રતન "નિરાશ"

No comments:

Post a Comment