ક્રોસ પર
લાખો ઈચ્છાઓ
અગણિત આશાઓ
ઈશુની જેમ ક્રોસ પર જડાયેલી છે
મૌન પણ
કેવું !
મૌન થઇ જોયા કરે.
આંસુ સાર્યાં કરે.
માથે કાંટાળો મુગટ
અને
ઈચ્છાઓ અને આશાઓને
ખીલેથી ધરબી દીધા.
કોઈ ચીસ નહિ
કોઈ દુઃખ નહિ કોઈ દર્દ નહિ.
આંખમાં પ્રેમનું હાસ્ય
મોં પર સુમઘુર સ્મિત
મુખમાંથી અમૃતભરી વાણીમાં પણ પ્રેમ.
ક્રોસ પર
જડાય છે રોજ જિંદગી.
ને
માણસ કરે રોજ બંદગી.
- કવિ જલરૂપ
મોરબી
૯૯૭૯૩૧૨૩૮૩.
No comments:
Post a Comment