Wednesday, December 21, 2016

પંખીને ઉઘાડતી વખતે.....

પંખીને ઉઘાડ્યું ત્યાં તો ઉડી ગયો રે ટહુકો,
ભર હવે તું હુક્કો !

ચંદ્ર ખોલતાં ફસકી પડવું એક ડોશીનું મૌન,
વૃદ્ધ વારતા ઉઘાડતી'તી કરચલિયું યૌવન !

એક આદમી પ્હેરી લેતાં થ્યો પ્હેરણને ટૂંકો...
ભર હવે તું હુક્કો !
ગુલાબ ખોલ્યું ત્યાં જ સુગંધો ઊભીબજારે નાઠી,
વચમાં ક્યાંથી આવી ગ્યા અહીં ગોવર્ધન ત્રિપાઠી ?

આશકા લેતાં અમને આજે દીવો મારે ફૂંકો....
ભર હવે તું હુક્કો !

                   -અનિલ વાળા

No comments:

Post a Comment