ગીત. ફેસબુક પર.
--------------------------------
છંદ :- ગાલગાગા
-------------------------------
ફેસબુક પર છોકરીની આંખમાં ડોકાય છે.
છોકરાની કેટલી યે રાત વીતી જાય છે.
જેમ મરજીવો અહિં સાગર ઘણો ડોળે ભલા,
છોકરો પણ સર્ચ કરતાં ,છોકરી ખોળે ભલા,
આમ રિકવેસ્ટોને માટે છોકરો ખેંચાય છે
ફેસબુક પર છોકરીની આંખમાં ડોકાય છે.
છોકરાની કેટલી યે રાત વીતી જાય છે.
રોજ કોમેન્ટો કરી ,ખુદને કરે અપલોડ એ,
કૈં ઇમેજો શેર કરી, પુરા કરે છે કોડ એ,
લાઇક જો એની મળે તો, ભાઇ રાજી થાય છે.
ફેસબુક પર છોકરીની આંખમાં ડોકાય છે.
છોકરાની કેટલી યે રાત વીતી જાય છે.
દુ:ખ ને ડિલિટ કરવા,ટેગ એ ગમગીન કરે,
સુખને એ સર્ચ કરવા ,રોજ એ લોગ ઇન કરે,
ચેટ કરવા જો મળે, સારો દિવસ એ જાય છે.
ફેસબુક પર છોકરીની આંખમાં ડોકાય છે.
છોકરાની કેટલી યે રાત વીતી જાય છે.
-- દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment