Tuesday, November 22, 2016

જીવનનો ભાર છે – ‘મરીઝ’

જીવનનો ભાર છે – ‘મરીઝ’
છે એક વિચારની વ્યથા, બીજી જીવનનો ભાર છે,
આશા અને નિરાશા એ દર્દના બે પ્રકાર છે…

એની દયાથી સંકલિત ન રાખ તારી નાવને,
કાંઠો તને નહિ મળે, એની દયા અપાર છે…

વસ્તુઓ બિનજરુરની શોભે છે તારી યાદમાં,
વ્યર્થ સમયનું નામ પણ પ્રેમમાં ઇન્તેઝાર છે…

એ છે હવે નસિબ કે નિંદા મળે કે નામના,
અંગત કશું રહ્યું નથીં, આખું જીવન પ્રચાર છે…

મહેફિલો મારા ઐશની પરદો બની ગઈ ‘મરીઝ’,
કોઇ નથી એ જાણતું દિલ બહુ બેકરાર છે…

– મરીઝ

અનિલ વાળા

ઝાડ આખું ઝાડ થઈ ઊભું રહ્યું,
પાંખ થૈ પંખી પડ્યું છે ઝાડ પર.

                - અનિલ વાળા

બેઠી રહી......... હેમશીલામાહેશ્વરી"શીલ"

મોડે  સુધી  આયાસમાં  બેઠી રહી
હું મૌનના અજવાસમાં બેઠી રહી

ભીની થયેલી આંખના સોગંદ કે
હું  સાવ નોખી પ્યાસમાં બેઠી રહી

તોડી નહીં  હાથે કરી આ શૂન્યતા
તૂટી રહેલા શ્વાસમાં બેઠી રહી

કો'  હાથ ફેલાવી  મને આલીંગશે
હું એ જ તે વિશ્વાસમાં બેઠી રહી

આવી અને ચાલ્યું ગયું છે કોણ કે
આ 'શીલ 'એ આભાસમાં બેઠી રહી

@હેમશીલામાહેશ્વરી"શીલ"

Monday, November 21, 2016

દિલે તારા વસાવી દે..... - અલગોતર રતન "નિરાશ"

દિલે તારા વસાવી દે,
મને તારો બનાવી દે.

ખુશીથી જીવવા માટે,
હતાશા તું હટાવી દે.

સમય પર કામ આવું,
મને જલ્દી વટાવી દે.

શરમ તારી જશે તૂટી,
નજર થોડી મિલાવી દે.

સુકાયું આશનું ઝરણું ,
હવે આવી વહાવી દે.

હજી દિલ સાવ કોરું છે,
પ્રણય આવી જતાવી દે.

"નિરાશે" એટલું માગ્યું,
"રતન' હાથે લખાવી દે.

અલગોતર રતન "નિરાશ"

થઇ ગઇ છ- હેતલ મકવાણા 'હીર'

હ્રદયમાં પ્રણયની અસર થઇ ગઇ છે ,
બહારો ફુલોથી સભર થઇ ગઇ છે .

હટાવ્યો જ્યાં ઘૂંઘટ ચહેરા ઉપરથી ,
બધીયે દિશામાં સહર થઇ ગઇ છે.

નશીલી મધુરી છબી આ મજાની ,
હ્ર્દયમાં ભળીને અમર થઇ ગઈ છે .

જનમ લાગણીનો થયો જ્યાં ધરા પર ,
જગતમાં ખુશીની લહર થઇ ગઇ છે .

મળ્યાં 'હીર' રાંઝા પ્રણયની ગલીમાં ,
નયનથી હ્રદયની સફર થઇ ગઇ છે .

-હેતલ મકવાણા 'હીર'
ભાવનગર

शेर.....

1.
हाथ जख्मी हुए कुछ अपनी भी गलती थी..
लकीरों को मिटाने चले थे उन्हें पाने के लिए..

2.
सुने जाते न थे तुम से मिरे दिन रात के शिकवे
कफ़न सरकाओ मेरी बे-ज़बानी देखते जाओ
- फ़ानी बदायुनी

3.
एक ही चोखट पर सिर झुकें तो सुकून मिलता है..
भटक जाते है वो लोग जिनके हज़ारों खुदा होते है..
नामालूम

4.
अजीब दर्द का रिश्ता है सारी दुनिया में
कहीं हो जलता मकाँ अपना घर लगे है मुझे
- मलिकज़ादा मंज़ूर

5.
अपनी रूह के छालों का कुछ हिसाब करूँ
मैं चाहता था चरागों को आफताब करूँ

गोविंद गुलशन

क़रीब जाने से चलता है पता शख़्सियत का
ज़मीं से चाँद ज़रा-सा दिखाई देता है

दिल है उसी के पास, हैं साँसें उसी के पास
देखा उसे तो रह गईं आँखें उसी के पास

-गोविंद गुलशन

ઇર્શાદ

આ નિસરણીનું નગર છે ને તમારે ક્યાં મરણ ?
છે અનાયાસે હજી ‘ ઇર્શાદ’ ક્ષણનું આક્રમણ.

શ્હેરની સઘળી સડકને આપવાં છે વસ્ત્ર, પણ
એક પરપોટો પહેર્યાનાં સદાનાં સાંભરણ.

એમ પડછાયા ત્યજીને ક્યાં જશો, ઓ રાજવણ ?
ટેરવાં જોઈ તપાસી લ્યો, હશે ત્યાં એક જણ.

સ્વસ્થતાથી જીરવી લીધું સમયનું મેં વલણ
ઓ પવન, તારું ખસેડી લે હવે તું આવરણ.

ઓ પવન, તારું ખસેડી લે હવે તું આવરણ
છે અનાયાસે હજી ‘ઇર્શાદ’ ક્ષણનું આક્રમણ.

- ઇર્શાદ

Sunday, November 20, 2016

मधुप मोहता

न हुआ सूर, न तुलसी, न मैं कबीर हुआ
इश्क उसका नहीं तेरा था, सो फ़कीर हुआ

न तू आया, न तेरा ख्वाब, न तेरा ज़िक्र
न मैं रोया, न मैं सोया, न मैं मीर हुआ...
  
- मधुप मोहता

થાક લાગે...... - આભાસ

આ હ્રદયને ખોલવામાં થાક લાગે,
આ ક્ષણોને તોડવામાં થાક લાગે.

જિંદગીને આપણે જોઈ બધી,એ,
આયનાને ફોડવામાં થાક લાગે.

સાવ સીધી તો મજા લવું જીવવાની,
જાત આખી ફોલવામાં થાક લાગે.

દોડ સાચી હોય તો વાંધો ન આવે,
સાવ ખોટું દોડવામાં થાક લાગે .

કોણ કોનું છે પરખ એ કેમ કરવી?
આપણાને શોધવામાં થાક લાગે.

ખોટુ બોલે તો વખાણી જાય લોકો,
સાચ કાજે બોલવામાં થાક લાગે.

હોય સામે આંગણમાં બીક લાગે,
આ મરણને પોંખવામાં થાક લાગે.

-આભાસ

થાક લાગે...... - આભાસ

આ હ્રદયને ખોલવામાં થાક લાગે,
આ ક્ષણોને તોડવામાં થાક લાગે.

જિંદગીને આપણે જોઈ બધી,એ,
આયનાને ફોડવામાં થાક લાગે.

સાવ સીધી તો મજા લવું જીવવાની,
જાત આખી ફોલવામાં થાક લાગે.

દોડ સાચી હોય તો વાંધો ન આવે,
સાવ ખોટું દોડવામાં થાક લાગે .

કોણ કોનું છે પરખ એ કેમ કરવી?
આપણાને શોધવામાં થાક લાગે.

ખોટુ બોલે તો વખાણી જાય લોકો,
સાચ કાજે બોલવામાં થાક લાગે.

હોય સામે આંગણમાં બીક લાગે,
આ મરણને પોંખવામાં થાક લાગે.

-આભાસ

Saturday, November 19, 2016

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?- હેમેન શાહ

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?
એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે !

આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં,
દૃષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે !

જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.

થાય છે મારું પ્રવાહીમાં રૂપાંતર એટલે,
નહિ તો ક્યાં વરસાદ સાથે વહી શકાતું હોય છે ?

ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.
-હેમેન શાહ

કહું એક વાત - કાજલ કાંજિયા 'ફિઝા'

મનને પ્રિતમની આશ
ઓ સખી....
કહું તને એક વાત
આવ જરા તું ઓરી
સપના ગુલાબી સજ્યા
સંધ્યા બની સોનેરી
વાત કહું તને હું
મધમાં ઘોળી ઘોળી
ઓ સખી......
આવ જરા તું ઓરી
ના છુપાવ્યો છુપે
હોઠોથી ના કહું તો....
આંખોથી છલકે ઝોળી ઝોળી
ઓ સખી......
આવ જરા તું ઓરી
એ તો છે અતિ મનમોહકને..
ને વળી ચતુર ચબરાક
હું તો લાગું ,
સાવ ભોળી ભોળી
ઓ સખી.....
આવ જરા તું ઓરી
સફર છે ઘણો લાંબો
વિસામો ખાઈને તને,
તેની વાત કરું થોડી થોડી
ઓ સખી ......
આવ જરા તું ઓરી.

કાજલ કાંજિયા 'ફિઝા'

ગઝલ  

ખોલ આંખો ને નજર કર ,
પ્રેમ નામે  તું  નગર  કર.

છે રસ્તો એ સાવ ખાલી !
મંઝિલ માટે તું સફર કર.

શું નભમાં તડકો હસે છે ?
તો વૃક્ષોનું તું છત્તર કર.

કાળી ધોળી જિંદગી છે ?
જિંદગીને તું  કલર કર.

છોડ ચિંતા આજ જલરુપ ,
નામ  તારું  તું અમર  કર.

કવિ જલરૂપ

ક્યાં સુધી હું ચર્ચુ એ ખામોશ પૂનમ રાતને, ચાલ ત્યારે આજ પડતી મૂક આખી વાતને, - પૂર્ણિમા ભટ્ટ. "તૃષા"

ક્યાં સુધી હું ચર્ચુ એ ખામોશ પૂનમ રાતને,
ચાલ ત્યારે આજ પડતી મૂક આખી વાતને,

આમ ઉત્સુકતા હતી પ્હેલા મિલનની કલ્પને,
હું  હમેશા એ શરમથી ટાળતી શરૂઆતને,

હાથમાં લઇ હાથ બેઠા શર્મ ઢળતી પાંપણે,
કાચબાની જેમ હું સંકોરતી રહી જાતને,

ચાંદની વરસી રહી શીતળ ગગનથી રાતભર,
ખેરવી રહી શર્વરી નાજુક પારિજાતને,

રાતરાણીએ  મિચ્યાં લોચન જરાં જો ત્રસ્ત થઈ
શ્વાસ પુષ્પોનો તુષારી સ્પર્શતો પરભાતને

- પૂર્ણિમા ભટ્ટ. "તૃષા"

ग़ज़ल : रघुनंदन शर्मा

ये   जो    हँसना   रोना   है
पल दो  पल का   होना  है

उसका कुछ तो ज़िक्र  करो
दामन  आज   भिगोना   है

जिसकी   मर्ज़ी   वो   खेले
दिल क्या एक  खिलौना है

उसको दिल  क्यों दूँ अपना
जिसको इक दिन खोना है

सारी    दुनिया    है   चाँदी
मेरी   माँ    तो   सोना   है।

- रघुनंदन शर्मा

( आभार - जोगी )

Thursday, November 17, 2016

राहत इंदोरी

राज़ जो कुछ हो इशारों में बता देना,
हाथ जब उससे मिलाओ दबा भी देना.
- राहत इंदोरी

नूह नारवी

माना कि लुटाए रातों को
गुलज़ार में मोती शबनम ने
जब सुब्ह हुई सूरज निकला
तो जेब थी ख़ाली फूलों की

- नूह नारवी

Wednesday, November 16, 2016

बशीर बद्र

कभी पा के तुझको खोना कभी खो के तुझको पाना
ये जनम जनम का रिश्ता तेरे मेरे दरमियाँ हैं

- बशीर बद्र

साहिर लुधियानवी

सदियों से इन्सान यह सुनता आया है
दुख की धूप के आगे सुख का साया है

हम को इन सस्ती ख़ुशियों का लोभ न दो
हम ने सोच समझ कर ग़म अपनाया है

झूठ तो कातिल ठहरा उसका क्या रोना
सच ने भी इन्सां का ख़ून बहाया है

पैदाइश के दिन से मौत की ज़द में हैं
इस मक़तल में कौन हमें ले आया है

अव्वल-अव्वल जिस दिल ने बरबाद किया
आख़िर-आख़िर वो दिल ही काम आया है

उतने दिन अहसान किया दीवानों पर
जितने दिन लोगों ने साथ निभाया है
- साहिर लुधियानवी