પૂર્વજોની જાણ છે આ પાળિયા.
આશિષોની ખાણ છે આ પાળિયા.
દેવતા પણ શિષ મુકી કરતાં નમન,
સ્વર્ગનું ખેંચાણ છે આ પાળિયા.
છે ચમનમાં શાંતિ મ્હેકી ગ્યું વતન,
શત્રુ માટે આણ છે આ પાળિયા.
ઝીલતા આઠે દિશાનો માર જે,
ખેડુ ને મન ભાણ છે આ પાળિયા.
વાત નોખી જાત નોખી લઇ સુતા,
વારસાની વાણ છે આ પાળિયા.
-શીતલ ગઢવી"શગ"
(વાણ-બોલી,ભાણ-સૂર્ય અથવા એક જ વ્યક્તિ દ્વારા ભજવાતું નાટક,આણ-ચેતવણી,મનાઈ)
No comments:
Post a Comment