તાંબિયાના તેર કરતો જાય છે,
જો બધાથી વેર કરતો જાય છે.
છે દુઃખી તું આજ જગમાં એ છતાં,
તોય લીલા લ્હેર કરતો જાય છે.
ચિત્ર તારું જો બનાવે હુબહુ,
રંગ માં પણ ફેર કરતો જાય છે.
આપણો સંબંધ મીઠો ખુબ છે,
કોઈ એમાં ઝેર કરતો જાય છે.
"મિત્ર" માને છે તને તો આપણો,
તે છતાં તું ગૈર કરતો જાય છે.
રાકેશ રાઠોડ "મિત્ર"
No comments:
Post a Comment