ક્ષિતિજમાં ગોતા લગાવી
સૂરજે ઝડપી લીધી
મિલનની તક
સિંદૂરીવાઘામાં સજ્જ સંધ્યા
હરખાતી શરમાતી
માણવા લાગી એ પળોને
જેના ફળસ્વરૂપે એ જલ્દી
સગર્ભા પણ થઈ
સમાચાર વાયુવેગે પહોંચી ગયા
ચંદ્ર પાસે
તારા ભરેલ ઓઢણી લઈ
એ આવ્યો રાત ના સિંમતપ્રસંગમાં
તમરાઓ લાગી ગયા કામે , જશ્ન આખી રાત ઉજવવામાં
સાસરી- પિયર જેવા ઘડી પ્રહર
પોતપોતાના ભાગે ફરજો પૂરી કરીને
રાહ જોવા લાગ્યા આવનાર ખુશીની
રાત પીડાના ઉંહકારા કરતી
કટકો કટકો થવા લાગી
પ્રસવના છેલ્લા શૂળ ઉઠતા,એને હતું એટલું જોર કર્યુ. ને
મંદ મંદ મુસ્કાતું નવજાત મળસ્કું
આપ્યું જગતના હાથમાં રમવા
હેમશીલા માહેશ્વરી "શીલ"
No comments:
Post a Comment