તારાં આંસુ તારી એ એકલતા મોકલ
ભીતર જે ભંડાર્યા છે એ દરિયા મોકલ
પ્હેલોવ્હેલો જે તારો ચહેરો જોયો'તો
એ જ સહારો છે આપી જા અથવા મોકલ
સાવ યંત્રવત થઈ ચાલ્યું છે આ જીવવાનું
રણઝણવા નહીં તો કમકમવા ઘટના મોકલ
એક માછલી હજી અહીં તરફડતી રહી છે
યાદોનાં એ ખટમીઠાં જળ તરવા મોકલ
બચપણ પાછું ફરી ફરીને યાદ આવતું
એ જ લખોટી, એ જ પાંચીકા રમવા મોકલ
-હર્ષ બ્રહ્મભટ્
No comments:
Post a Comment