મોડે સુધી આયાસમાં બેઠી રહી
હું મૌનના અજવાસમાં બેઠી રહી
ભીની થયેલી આંખના સોગંદ કે
હું સાવ નોખી પ્યાસમાં બેઠી રહી
તોડી નહીં હાથે કરી આ શૂન્યતા
તૂટી રહેલા શ્વાસમાં બેઠી રહી
કો' હાથ ફેલાવી મને આલીંગશે
હું એ જ તે વિશ્વાસમાં બેઠી રહી
આવી અને ચાલ્યું ગયું છે કોણ કે
આ 'શીલ 'એ આભાસમાં બેઠી રહી
@હેમશીલામાહેશ્વરી"શીલ"
No comments:
Post a Comment