આ હ્રદયને ખોલવામાં થાક લાગે,
આ ક્ષણોને તોડવામાં થાક લાગે.
જિંદગીને આપણે જોઈ બધી,એ,
આયનાને ફોડવામાં થાક લાગે.
સાવ સીધી તો મજા લવું જીવવાની,
જાત આખી ફોલવામાં થાક લાગે.
દોડ સાચી હોય તો વાંધો ન આવે,
સાવ ખોટું દોડવામાં થાક લાગે .
કોણ કોનું છે પરખ એ કેમ કરવી?
આપણાને શોધવામાં થાક લાગે.
ખોટુ બોલે તો વખાણી જાય લોકો,
સાચ કાજે બોલવામાં થાક લાગે.
હોય સામે આંગણમાં બીક લાગે,
આ મરણને પોંખવામાં થાક લાગે.
-આભાસ
No comments:
Post a Comment