જિંદગી તણું નવું દર્દ જો મળી ગયું,
હાસ્યનું તરંગ કેવું પાછું વળી ગયું.
માર્ગની કઠીનતા મંજિલો સુધી મળી,
ને પહોંચતાં પહેલાં સ્વપ્ન છળી ગયું.
આહવાન કર્યુ 'તું જિંદગીને માણવાં,
આ શરીર ખોખલું આમજ બળી ગયું.
ઓલવાઇ એ તહેવાર ની મજા બધી,
જે નથી રહેવાનું પાસ એ કળી ગયું.
આજ દર્દ પણ ઘણાં રંગાઇ ગયા અહીઁ,
એજ શ્વાસથી વધું મુજમાં ભળી ગયું.
ઘા હતાં એનાં અણીદાર શૂળ સમ મિત્રો,
હાથમાં રહી અને કિસ્મતને ફળી ગયું.
આ કરામતો કરી છે જ ઇશ્વરે બધી,
અટકળોનું આ બહાનું જન્નત માં જળી ગયું.
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment